Follow us on    |   Today : 16/12/2017       02:20:35                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

ગુજરાતનું સૌ પ્રથમ નવ ગ્રહ જીનાલય વડોદરામાં…

જૈન સંપ્રદાયમાં નવના આંકડાનું ઘણું મહત્વ છે. નવકાર મંત્ર અને નવ ગ્રહની પૂજા અત્યંત પૂજનીય ગણાય છે. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં શ્રી દિંગબર જૈન સમાજ અલકાપુરી દ્વારા ગુજરાતના સૌ પ્રથમ નવગ્રહ સહિતના દિંગબર જિનાલયનું નિર્માણ કરાયું છે. આ જિનાલયમાં તા.૪ થી ૮ ફેબ્રુઆરી સુધી પાંચ દિવસીય શ્રી ચિંતામણી પાશ્વનાથ દિંગબર જિનબિમ્બ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ અને […]

પુરાંત છતાં વેરા વધારવાના નિર્ણયનો સાર્વત્રિક વિરોધ…

ગઈકાલે મહાનગર સેવાસદનના કમિશ્નર મનોજકુમાર દાસે સ્થાયી સમિતિ સમક્ષ બજેટ રજુ કર્યું. જેમાં વ્યવસાયવેરામાં વધારો સૂચવતા વેપારી આલમે આજે વિરોધ નોંધાવ્યો હતો.બજેટમાં આમ તો પુરાંત દર્શાવવામાં આવી છે અને તેમ છતાં વ્યવસાયવેરામાં ૩૭ કરોડનો વધારો સૂચવવામાં આવતાં નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ કારમી મોંઘવારીમાં આવનારા આ સંભવિત વેરાનો વિરોધ કર્યો હતો.સ્થાયી સમિતિમાં રજુ થયેલા બજેટ પર […]

ગામા પહેલવાનનું વડોદરા બન્યું બોડી બિલ્ડરોનું યજમાન…

વડોદરા રાજ્યના સ્વપ્નદ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડના સમયથી વડોદરા કુસ્તીબાજો,કસરત્બજો તથા રમતવીરો માટે મહત્વનું કેન્દ્ર રહ્યું છે. યુવાનોનું શરીર શૌષ્ઠવ વધે એ માટે વડોદરામાં અનેક અખાડા હતા જ્યાં મજબુત સ્નાયુબદ્ધ શરીર કઈ રીતે બનાવવું એની ગામા પહેલવાન જેવા વિશ્વવિખ્યાત પહેલવાન તાલીમ આપતા હતા. એવા વડોદરાના આંગણે યોજાઈ ગઈ ઓલ ઇન્ડિયા સીનીયર મિ.ઇન્ડિયા ૨૦૧૧ ની સ્પર્ધા […]

ઈન્ટરનેટ પર ચોંટી રહેતા ટીનએજ બાળકોના માતા-પિતા ચેતો…

ઈન્ટરનેટ આમતો એક ક્રાંતિ ગણાય છે. પરંતુ જેમ એક સિક્કા ની બે બાજુ હોય છે એમ ઈન્ટરનેટ સુવિધા સાથે અનેક દુષણ પણ લાવ્યું છે. ઈન્ટરનેટને કારણે વિશ્વ હવે કમ્પ્યુટરના સ્ક્રીન પર આવી ગયું છે ત્યારે ટીનેજર્સમાં નેટનું ભારે વળગણ છે. કિશોરાવસ્થા મુગ્ધાવસ્થા કહેવાય છે જ્યાં કિશોર કે કિશોરીને યોગ્ય માર્ગદર્શન ના મળે તો અક્ષમ્ય ભૂલ […]

હજુ તો એવોર્ડ મળ્યો ત્યાં તો બદલીની વાત વહેતી થઇ…

વડોદરા જીલ્લાના યુવા કલેકટર વિજય નેહરાને ચૂંટણીલક્ષી કામગીરી માટે રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મળ્યાના સમાચારની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં તો એમની બદલીની વાતો આજે સરકારી કચેરીઓમાં વહેતી થઇ હતી અને એમના સ્થાને રાજકોટ કલેકટર એચ.એસ. પટેલ આવી રહ્યા હોવાનું જાણભેદુઓ કહેતા જોવા મળ્યા હતા. પ્રમાણિક હોવાની છાપ ધરાવતા વિજય નેહરા મુખ્યમંત્રી મોદીજીની ગુડ બુકમાં હોવાથી […]

વસ્તાનવીનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત..રાજીનામાની વાત નકારી..

મૂળ સુરતની બાજુમાં આવેલા વસ્તાન ગામના રહેવાસી અને મહારાષ્ટ્ર સ્થિત દારુલ ઉલુમ સાથે સંકળાયેલા તથા સંપૂર્ણ લોકશાહી પ્રક્રિયાથી જેમની ઇસ્લામની દેશની સૌથી સર્વોચ્ય સંસ્થા દેવબંદ સ્થિત દારુલ ઉલુમના કુલપતિપદે નિમણુંક થઇ છે એવા મૌલાના ગુલામ મહંમદ વસ્તાનવી આજે માદરે વતન જતાં પૂર્વે વિમાનમાર્ગે વડોદરા આવી પહોંચ્યા ત્યારે એમના હજારો સમર્થકોએ ગરમજોષીથી એમનું સ્વાગત કર્યું હતું […]

ગુજરાતના યુવા ભાજપીઓએ રંગ રાખ્યો…શ્રીનગરમાં ત્રિરંગો લહેરાવ્યો..

પ્રજાસત્તાક દિને શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો લહેરાવી આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાના મનસુબા સાથે કાશ્મીર ભણી કુચ કરી ગયેલા દેશભરના યુવાનો સાથે ગુજરાતમાંથી હજારો યુવા ભાજપીઓ જોડાયા હતા. જે પૈકી હજારો યુવાનોની જમ્મુ પહોંચતાં જ ધરપકડ કરી સર્વેને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા .ગુજરાતના યુવા ભાજપીઓ પર સુરક્ષા બળો અને જાસુસી એજન્સીઓની વિશેષ નજર હતી. તમામની નજર ચૂકવી […]

સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીનું અસંસ્કારી કૃત્ય…

પરીક્ષામાં નાપાસ થયેલા એક વિદ્યાર્થી એ આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના સંસ્કૃત મહાવિદ્યાલયમાં અસંસ્કારી કૃત્ય કરી પોતાના ગુરુજી એવા પ્રિન્સીપાલને માર મારતા મામલો સયાજીગંજ પોલિસ સ્ટેશને પહોંચતાં યુનીવર્સીટીની રહીસહી આબરુના ધજાગરા ઉડી ગયા હતા. જ્યારથી યુનીવર્સીટીમાં પક્ષીય રાજકારણ ઘુસ્યું છે ત્યારથી શૈક્ષણિક સ્તર કથળ્યું છે અને શિક્ષકોમાં જૂથબંધીએ વરવું સ્વરૂપ લીધું છે. તાજેતરમાં આ જ મહાવિદ્યાલયમાં […]

પંડિત ભીમસેન જોશીને અપાઈ શ્રદ્ધાંજલિ…

ભારત રત્ન , શાસ્ત્રિય સંગીતના પિતામહ ,કિરાના ઘરાના ગાયકીના સર્વોત્તમ ગાયક અને મુઠ્ઠી ઉંચેરા વ્યક્તિત્વના ધની એવા પંડિત ભીમસેન જોશીનું ગઈકાલે નિધન થતાં ભારતીય સંગીત જગતનો એક સિતારો ખરી પડ્યો અને દેશ-દુનિયાના શાસ્ત્રિય સંગીતપ્રેમીઓમાં શોક ફેલાયો. પંડિત ભીમસેન જોશીજીની વડોદરા સાથે અનેક યાદ જોડાયેલી છે. આજના વર્તમાનપત્રોમાં એ અંગે ઘણું લખાયું છે. ઉસ્તાદ ફૈયાઝખાં સાહેબની […]

તાંદલજાના આવા તો એક નહિ અનેક પ્લોટ પર દબાણ છે…

મુસ્લિમ બહુલ પાણીગેટ વિસ્તારમાં ગઈકાલે દબાણો દુર કર્યા બાદ આજે સેવાસદનનું દબાણખાતું પહોંચ્યું હતું તાંદલજા જ્યાં ગોધરા કાંડ બાદ રાતોરાત લાખો મુસ્લિમોએ વસવાટ કર્યો છે અને જ્યાં માત્ર આઠ જ વર્ષમાં આડેધડ વિકાસ થયો છે. ગરીબો માટેના સરકારી પ્લોટ હોય કે પૂરપીડિતો માટે સરકાર તરફથી ફાળવાયેલા પ્લોટ હોય, દબાણ સર્વસ્વ છે..કેટલાક માથાભારે કોમવાદી તત્વો તાંદલજા […]

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au